વિચારને વેબસાઇટ કે ઍપમાં ફેરવો

ChatGPT માંની સાઇટ્સ

તમે શું બનાવવા માંગો છો તે જણાવો, ChatGPT સાથે તેને વધુ સારું બનાવો અને પછી પ્રકાશિત કરીને અન્ય લોકો સાથે શેર કરો.

ChatGPT સાઇટ્સ માટે એકમેક પર ગોઠવેલી વેબસાઇટ અને ઍપની ઝલકો.

ChatGPT સાથે પહેલા પ્રોમ્પ્ટથી સાઇટના પ્રકાશન સુધી

એક વિચારથી શરૂઆત કરો, ChatGPT સાથે તેને આકાર આપો અને તૈયાર થાય ત્યારે પ્રકાશિત કરીને શેર કરો.

ChatGPT ને વેબસાઇટ બનાવવા કહો અથવા @Sites નો ઉલ્લેખ કરો. તમે શું બનાવવા માંગો છો અને તેનો શું ઉપયોગ કરવા માંગો છો તે જણાવો. ફાઇલો કે સંદર્ભ માટે ચિત્રો ઉમેરો અથવા હાલના Codex પ્રોજેક્ટથી શરૂઆત કરો.

શું બનાવવું છે તે જણાવવા માટે ChatGPT સાઇટ્સ નું ઇન્ટરફેસ.

જુઓ, લોકો શું બનાવી રહ્યા છે

તમારા આગામી મોટા વિચાર માટે થોડી પ્રેરણા.

તમે કંઈ પણ બનાવી શકો છો

કામ માટે, તમારા વ્યવસાય માટે કે તમારા પોતાના માટે બનાવો. ડૅશબોર્ડ અને ગ્રાહક પોર્ટલથી લઈને પોર્ટફોલિયો સુધી.

ChatGPT સાઇટ્સથી બનાવેલી ટીમ ડૅશબોર્ડ વેબસાઇટ.

તમારી જરૂરિયાતોને અનુરૂપ સાઇટ બનાવો

તમારી સાઇટ કોણ ઍક્સેસ કરી શકે તે નિયંત્રિત કરો, મુલાકાતીઓને તેમનું કામ સાચવવા દો, સાધનો જોડો અને સાઇટનું સરનામું પસંદ કરો.

કોણ જોઈ શકે કે સંપાદન કરી શકે તે પસંદ કરો

તમારી સાઇટ પસંદ કરેલા લોકો સાથે કે તમારા વર્કસ્પેસમાં શેર કરો અથવા તેને સાર્વજનિક બનાવો. સંપાદન કરવા અને સુધારા પ્રકાશિત કરવા ટીમના સભ્યોને આમંત્રિત કરો.

ChatGPT સાઇટ માટે શેર કરવા માટેનાં નિયંત્રણો.

મુલાકાતીઓને પ્રગતિ સાચવવા દો

“ChatGPT વડે સાઇન ઇન કરો” ઉમેરો, જેથી મુલાકાતીઓ જ્યાંથી અટક્યા હોય ત્યાંથી આગળ વધી શકે. માહિતી અને દસ્તાવેજો તથા છબીઓ સહિતની અપલોડ કરેલી ફાઇલો સાચવવા માટે સાઇટમાં જ ઉપલબ્ધ સંગ્રહ સુવિધા વાપરો.

ChatGPT અને સાઇટ માટે સાચવેલી પ્રગતિનાં નિયંત્રણો સાથે સાઇન ઇન.

તમે વાપરતાં સાધનો જોડો

પાત્ર વર્કસ્પેસમાં, તમારી સાઇટ વાપરતા લોકો પોતાનાં જોડેલાં સાધનોની માહિતીને ફક્ત વાંચવા માટે ઍક્સેસ આપવાની મંજૂરી આપી શકે છે. સાઇટ ફક્ત એ જ માહિતી જોઈ શકે છે જેને ઍક્સેસ કરવાની તેમને પહેલેથી પરવાનગી હોય.

ChatGPT સાઇટ માટે જોડેલાં સાધનોનાં નિયંત્રણો.

તમારી સાઇટનું સરનામું પસંદ કરો

ChatGPT પર હોસ્ટ કરેલી તમારી સાઇટનું વેબ સરનામું બદલો અથવા તમારી માલિકીનું કસ્ટમ ડોમેન જોડો. હોસ્ટ કરેલું વેબ સરનામું બદલશો તો જૂનું સરનામું આપમેળે નવા સરનામે લઈ જશે.

ChatGPT સાઇટ માટે સાઇટ સરનામાનું સેટિંગ.

ગોપનીયતા, સુરક્ષા અને નિયંત્રણને ધ્યાનમાં રાખીને બનાવેલું

તમે પહેલી વાર સાઇટ બનાવો ત્યારે ફક્ત તમે અને વર્કસ્પેસના એડ્મિન જ તેને ઍક્સેસ કરી શકો છો. તમે પસંદ કરેલા લોકો સાથે, તમારા વર્કસ્પેસમાં અથવા સાર્વજનિક રીતે શેર કરી શકો છો. વર્કસ્પેસમાં શેર કરેલી સાઇટ્સ ઍક્સેસ નિયંત્રિત કરવા માટે ChatGPT સાઇન-ઇનનો ઉપયોગ કરે છે. સાર્વજનિક સાઇટ્સ વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ અનુભવ આપવા માટે વૈકલ્પિક રીતે “ChatGPT વડે સાઇન ઇન કરો”ની સુવિધા આપી શકે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

ChatGPT સાઇટ્સથી તમે ChatGPT સાથે વેબસાઇટ, ઍપ અને રમતો બનાવી શકો છો, હોસ્ટ કરી શકો છો અને શેર કરી શકો છો. એક વિચારથી શરૂઆત કરો, વાતચીત દ્વારા તેને વધુ સારો બનાવો અને ફેરફારો કરવા ગમે ત્યારે પાછા આવો.

તમારી આગામી સાઇટ ChatGPT સાથે બનાવો